પાન-માવાની દુકાને ચાર વધુ લોકો એકઠા નહીં થઈ શકે, સોશિયલ ડિસ્ટન્સીંગની વાયસ્થા માટે એક વ્યક્તિ રાખવો પડશે : મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પણ બંધ કરાયા
મોરબી : મોરબીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે કોરનાના સંક્રમણ ઉપર કાબુ મેળવવા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું બહાર પાડી ચા અને નાસ્તાની લારીઓ ખોલવા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ પાન-માવાની દુકાનોએથી માત્ર પાર્સલનું વેચાણ કરવાના અને ચારથી વધુ વ્યક્તિઓને દુકાને ભેગા થવા પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત મામલતદાર કચરીઓમાં અરાજદારોની ભીડ થતા જનસેવા કેન્દ્રોમાં મર્યાદિત સેવા કરી નાખવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આજે બહાર પડાયેલા નવા જાહેરનામામાં આદેશ કરાયો છે કે પાન, ગુટખા, તમાકુના દુકાનદારે પાન, ગુટખા, તમાકુ વિગેરેનું વેચાણ પાર્સલથી જ કરવાનું રહેશે. તથા દુકાનો ઉપર બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવાનું રેહશે અને એકી સાથે ચારથી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન ઉપર હાજર રહી શકશે નહીં. તથા દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે 1જ વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રેહશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide