નવા બસ સ્ટેશન તથા વિસીપરા વિસ્તારમાંથી આરોપીઓ પકડાયા
મોરબી : મોરબી શહેરમાં અલગ-અલગ સ્થળોએ જુગાર રમતા બે મહિલાઓ સહીત છ શખ્સોને શહેર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે બાપા સીતારામ મઢુલી પાસે જાહેરમા નોટ નંબરીનો હારજીતનો જુગાર રમી રમતા કૃણાલભાઇ અશોકભાઇ ઠક્કર તથા રોહીતભાઇ વાલજીભાઇ દેવાયતકા રોકડ રકમ રૂ. 7,150 સાથે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત, મોરબીના વીશીપરા મેઇન રોડ પર મહાદેવજીનાં મંદીર પાસે જાહેર રોડ ઉપર જાહેરમા તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઇકબાલભાઇ અબ્દુલભાઇ બુચડ, અબ્દુલભાઇ રહીમભાઇ ભટ્ટી, રેખાબેન રાજુભાઇ વરાણીયા તથા હનિફાબેન સઇદુભાઇ જેડા રોકડ રૂ. 5600 સાથે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide