મોરબીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે દંપતી ઉપર હુમલો

0
130
/
ત્રણ શખ્સોએ માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે દંપતી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દંપતીને ત્રણ શખ્સોએ માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત ફરિયાદી જશાભાઇ હરીભાઇ કાનગડ (ઉ.વ-૫૯, ધંધો-નિવૃત, રહે-મોરબી, મેઇન કેનાલ પાસે, યદુનંદન પાર્ક-૧ પાછળ) એ આરોપી હીન્દુ (નાનો) ભરવાડ તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૬ ના રોજ બપોરના આશરે બે-અઢી વાગ્યાના અરસામાં મોરબી મેઇન કેનાલ પાસે યદુનંદન પાર્ક-૧ પાછળ ફરીયાદીના ઘર પાસે ફરીયાદીના દીકરા કીશનને આરોપી સાથે પૈસાની લેતી દેતી હોય જે બાબતે ત્રણેય આરોપીઓએ ફરીયાદીને તથા તેમના પત્નિને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ પોતાના હાથમાં રહેલ પાઇપ જેવુ બોથડ પદાર્થ માથામાં માર મારી ઇજા કરી હતી. આથી, ફરીયાદી બેભાન થઇ ગયેલ હોય બાદ અને બે દીવસથી ફરી ભાનમાં હોય પરંતુ સંપુર્ણ વિગત આજે યાદ આવતા આજે ફરીયાદ કરી હતી. આથી, પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.POLICE-A-DIVISON

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/