વાંકાનેર : જમીન દબાવવા મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર

0
40
/
બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના નવા ગારીયા ગામે ઘર પાસે વાડ કરી જમીન દબાવવા બાબતે બે પાડોશી વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મિતેશભાઇ જીવણભાઇ સરવૈયા (ઉ.વ. ૨૨, ધંધો અભ્યાસ, રહે. ગામ નવા ગારીયા, તા. વાંકાનેર) વાળાએ રમેશભાઇ છગનભાઇ સરવૈયા, જગદિશભાઇ છગનભાઇ સરવૈયા (રહે બન્ને ગામ નવા ગારીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૯ના રોજ ફરીયાદીને આરોપી સાથે ઘર પાસે વાડ કરી જમીન દબાવવા બાબતે અઠવાડીયા પહેલા બોલાચાલી થયેલ તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડાનો ધોકો માથાના ભાગે ઇજા પહોચાડી તથા છુટો પથ્થરનો ધા કરી ફરીયાદીને જમણા ભાગે સાથળના ભાગે તથા સાહેદ દિનેશભાઇને ડાબા હાથે તથા સાહેદ જમાબેનને ડાબા પગે સાથળના ભાગે મુંઢ ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી.

જ્યારે સામાપક્ષે રમેશભાઇ છગનભાઇ સરવૈયાએ આરોપીઓ દિનેશભાઇ જિવણભાઇ સરવૈયા, વિપુલભાઇ જિવણભાઇ સરવૈયા, મીતેશભાઇ જીવણભાઇ સરવૈયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીને આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરીયાદીને માથાના ભાગે મારી તથા ફરીયાદીને લાકડાનો ધોકો જમણા હાથમાં બાવડાના ભાગે મારતા ફરીયાદીને માથાના ભાગે ઇજા તથા જમણા હાથમાં મુંઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/