મોરબી જિલ્લામાં કોરોનાની બેવડી સદી પુરી : આજે બીજા 5 કોરોના પોઝિટિવ કેસ સાથે આજના કુલ કેસ થયા 6

0
172
/
  • નવા છ કેસની આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ

  • મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો થયો 203

મોરબી : મોરબી જિલ્લામાં બપોરે હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ બસ સાંજે જિલ્લામાં વધુ પાંચ કેસ નોંધાયા હતા. જેમાં 4 મોરબી અને 1 કેસ ટંકારામાં નોંધાયો હતો. આ સાથે આજના કુલ 6 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની બેવડી સદી પુરી થઈ કુલ કેસનો આંક 203 થઈ ગયો હતો. જ્યારે આજે નવા છ કેસની સામે 12 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

23 જુલાઈ, ગુરુવારે બપોરે હળવદમાં મયુરનગર રોડ પર માધાપર ચબૂતરા પાસે રહેતા 79 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે મોરબી જિલ્લામાં વધુ પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં બ્લોક નં. 301માં રહેતા એક જ પરિવારના 50 વર્ષના મહિલા અને 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મોરબીના સામાંકાંઠે આનંદ નગરમાં રહેતા 60 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા 67 વર્ષના મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ ઉપરાંત અગાવ પોઝિટિવ આવેલ ટંકારાના ગજડી ગામના યુવાનની પત્ની 30 વર્ષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આજે કુલ છ કેસ નવા નોંધાયા હતા. તેમજ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો બે સદી વટાવી 203 થઈ ગયેલ હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/