વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર એક જ માલિકની બે ટ્રકના ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થતા ડ્રાઈવર ના હાથે ડ્રાઈવર ની હત્યા

0
327
/

વાંકાનેર : એક જ માલિકની બે ટ્રક ના ડ્રાઇવરો વચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ડ્રાઇવરે બીજા ટ્રક ડ્રાઈવર ની હત્યા કરી નાખી હતી

(તસ્વીર : મુકેશ પંડ્યા- વાંકાનેર)

અને લાશુંને મૂકીને ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના સ્થળે પહોંચી આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
સમાધાન બાદ ઉસ્કારેયેલા ડ્રાઈવર હારુન ચિંગાભાઈ દિવાન દ્વારા સંતોષ રતનશી દામડીયા ઉંમર વર્ષ ૨૩ મૂળ ઇન્દોર એમ.પી. હાલ વઢવાણ રહેતા વ્યક્તિને ટામી ના બે ઘા માથામાં મારતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
વધુ તપાસ માટે પોલીસે ટ્રકના માલિકને બોલાવ્યો છે. ટ્રક માલિક આવ્યા બાદ આ હત્યાના બનાવની વધુ વિગતો બહાર આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/