મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું!!

0
100
/

એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના

મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ગિરીશ ભરવાડ નામનું ફેસબુક એકાઉન્ટ છે. આ એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું હતું. અને તેઓની આઇડીનું નામ પણ ફેરવી નાખવામાં આવ્યું હતું. સાથે સ્થળમાં પણ ચેનચાળા કરીને લાહોર અને કરાચી લખી નાખવામાં આવ્યું હતું.

આ અંગે જાણ થતાં તેઓએ પોલીસમાં અરજી કરી પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયાના અતિરેક વચ્ચે સાવધાની રાખવી પણ જરૂરી છે. વધુ પડતી અંગત વિગતો જાહેર કરનારાઓ માટે આ ચેતવા જેવો કિસ્સો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/