[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગ્રાઉન્ડ, મંડપ, રાષ્ટ્રધ્વજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સ્ટેજ અને ડાયસ પ્લાન, સ્પીચ, પરેડ, પાર્કિંગ, ધ્વજ પોલ, ટ્રાફિક, પીવાના પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ, સાફ-સફાઈ વગેરે બાબતે સંલગ્ન વિભાગોને સુચના આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેવકુંવરબા સંકુલ, ટંકારા ખાતે કરવામાં આવનાર છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણ અંબારિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide