મોરબી: ટમેટા એ ભાવમાં 200 ની સપાટી વટાવી !!

0
41
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલના સમયે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતા ટમેટાના ભાવમાં છેલ્લા એકથી દોઢ મહિનાથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 100 રૂપિયે પહોંચેલા ટમેટા હવે 200 રૂપિયાની સપાટી વટાવી છે અને હજુપણ લાલ ટામેટા લોકોના ખિસ્સા ઉપર બોજ બને તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ઓણસાલ ભારે વરસાદને કારણે ટમેટા, મરચા અને કોથમીરના ભાવે લોકોને રાડ પડાવી દીધી છે, છેલ્લા એકથી દોઢ મહિનાથી ટમેટાના ભાવમાં સતત વધારા બાદ 30થી 40 રૂપિયે કિલોગ્રામ મળતા ટામેટા રૂપિયા 100થી 150 સુધી પહોંચતા મોટાભાગના મધ્યમ વર્ગના લોકોએ ટમેટાને ટાટા બાયબાય કરી રસોઈમાં લીંબુ અને આમલીનો વિકલ્પ અપનાવ્યો છે. બીજી તરફ છેલ્લા બેથી ત્રણ દિવસમાં ટામેટાએ ફરી છલાંગ લગાવતા હાલમાં મોરબી સહિતના શહેરોમાં ટમેટા 200થી 230 રૂપિયે પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહ્યા છે.દરમિયાન આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવ રૂપિયા 2200થી 3200 રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામના ભાવે વેચાણ થયા હતા તે જોતા છૂટક વેપારીઓ પોતાનો નફો જોડી 200થી પણ વધુ રૂપિયે પ્રતિ કિલોગ્રામ ટમેટાનું વેચાણ કરી રહ્યા છે, ટામેટા માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ 15 દિવસ સુધી ટમેટાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/