મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં ઠેર ઠેર ખાડા !!

0
55
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ ચોમાસામાં વરસાદ પડવાથી દરેક રસ્તાઓનું ધોવાણ થતાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી જાય છે. આવું જ કંઈક મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં પ્રવેશવાના રસ્તા પર થયું છે આમ છતાં યાર્ડ સત્તાવાળાઓ દ્વારા ખાડા રીપેર નહિ થતા વેપારીઓ અને ગ્રાહકોને ખાડામા ખાબકવું પડી રહ્યું છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગ વેપારી એસોસિએશન ના મયુરભાઈ કારીયાએ જણાવ્યું હતું કે, શાકભાજી વિભાગમાં લાંબા સમયથી મસમોટા ખાડા પડી ગયા છે. જેના લીધે નાના વાહન ચાલકો જેવા કે બાઈક સવાર, લારીવાળા ગ્રાહકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી ખાડા પુરવા માટેની કામગીરી કરવામાં આવી નથી. તેમજ સામા પક્ષે યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડ અંદરની દુકાન ધારકોના હિતને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી યાર્ડના ગેટ પાસે બહાર, સીધા વાહન દ્વારા વેચાણ કરવા પર કોઈ રોક-ટોક ન રાખતા, ટ્રક કે અન્ય વાહન દરવાજા પાસે ઊંભુ રાખી સીધું વેચાણ કરવા દેતા, ગ્રાહકોને અંદર પડેલા ખાડા અને બિસ્માર રસ્તા અને ગંદકીને કારણે બહારથી જ ખરીદી કરવાનું પસંદ કરતા દુકાનધારક વેપારીઓના હિતને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.ર્ડ અધિકારી, કર્મચારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગ્રાહક, દુકાન ધારકોની પરેશાની દેખાતી નથી. ત્યારે જો આ બાબતે ત્વરિત કામગીરી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ જિલ્લા રજિસ્ટાર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે તેવા દ્રઢ નિર્ધાર શાકભાજી વિભાગ વેપારી એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/