મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે. આમ છતાં કેટલાક લોકો આ નિયમનો ઉલાળીયો કરીને માસ્ક વિના જ બજારમાં કે જાહેરમાં ફરતા હોય છે. અગાઉ પાલિકા સાથે મળીને પોલીસે માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કર્યા બાદ હવે પોલીસ દ્વારા જ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેર અને જિલ્લામાં ગઈકાલે સવારથી પોલીસ દ્વારા જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વિના જાહેરમાં નીકળેલા 108 જેટલા લોકોને રૂ.21600 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે આ દંડનીય કાર્યવાહી કર્યા બાદ પણ અવિરતપણે આ કાર્યવાહી ચાલુ રહેશે અને માસ્ક વિના નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરાશે. તેમ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide