માળીયા (મી.): મોટા દહીંસરામાં 1.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
77
/
પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ

માળીયા (મી.) : મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા માળિયા (મી.) તાલુકાના મોટા દહિસરા ગામેથી 1.27 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તે સ્થળે આરોપીઓ હાજર નહી હોવાથી હાલમાં પોલીસ દ્વારા તેઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરબી એલ.સી.બી., એસ.ઓ.જી., માળીયા (મી.), મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની સંયુકત ટીમો બનાવી મોટા દહિસરા ગામે પ્રોહીબિશનના ગુન્હામાં અવાર-નવાર પકડાયેલ ઇસમોને ત્યા જુદી-જુદી ટીમોથી રેઇડ પાડવામાં આવી હતી.

ગઈકાલે તા. 18ના રોજ DySP રાધિકા ભારાઇને મોટા દહિસરા ગામે આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા તથા હરદેવસિહ ભાવુભા જાડેજા (રહે. બંન્ને મોટા દહિસરા) એ દહિસરા ગામે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજાના પડતર ખંઢેર મકાનમાં ગેરકાયદે રીતે પરપ્રાન્તિય ઇગ્લીસ દારૂનો જથ્થો મંગાવી છુપાવી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તે પડતર મકાનમાં રેઇડ કરતા મેક્કોલ્વસ રિઝર્વ વ્હીસ્કી તથા રોયલ ચેલેન્જ કલાસિક વ્હીસ્કીની મળી કુલ બોટલ નંગ 408, કુલ કિ.રૂ. 1,22,400 નો મુદામાલ ઝડપી પાડવા આવ્યો હતો.

આ ઉપરાંત, અન્ય પોલીસ ટીમો દ્વારા આરોપી જલ્પેશ વિનોદભાઇ ખાખી (રહે. દહિસરા)ના રહેણાંક મકાનની સામે પડતર મકાનમાં મેકડોલવસ રિઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ 17, કિ.રૂ. 5,100 નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો હતો. આ બંને રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર નહી મળી હોવાથી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ કલમ મુજબ માળીયા (મી.) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાઓ દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/