મોરબીમાં ૧૦૧ પોલીસકર્મીઓ ની આંતરીક બદલીઓ ના ભણકારા છેલ્લા ઘણા સમયથી વાગી રહ્યા હતા જેમાં આજે મોડી સાંજે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે.
મોરબી એસપી ડો કરનરાજ વાઘેલા દ્વારા મોડી સાંજે આદેશ કરવામાં આવ્યા છે આ બદલીઓમાંમોરબી,માળીયા, હળવદ,વાંકાનેર, ટંકારા,એ ડિવિઝન, બી ડિવિઝન સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી ઓની આંતરિક બદલીઓ એસપી કરનરાજ વાઘેલા દ્વારા કરવામાં આવી છે જેમાં મોટા ભાગે એક ને એક પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચાર વર્ષથી વધુનો સમય થઈ ગયેલા પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જો કે મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાએ તમામ પોલીસકર્મીઓ અને તેના થાના અધિકારી ઓ સાથે મળી અને સમસ્યાઓ જાણી તેઓને યોગ્ય થાય તેમ બદલીઓ કરી અને આજે પોલિસ કર્મીઓના ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ લેવલે ફેરફાર થયા છે ત્યારે હવે પછી પોલીસ અધિકારીઓ ની બદલીઓ થાય તેવા સંકેતો આધારભૂત સૂત્રોમાંથી સાંપડી રહ્યા છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide