મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર

0
145
/

મોરબી : મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે કૃષ્ણનગર ખાતે ખાચરભાઈની વાડીમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. આ મહિલાનું નામ પારુબેન સુરેશભાઈ બ્રાહ્મણીયા ઉ.વ.32 છે. આ ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મૃતદેહને કુવામાંથી બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો આ ઘટનાનો કોયડો ઉકેલવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/