મોરબીમાં ઈ ચલણ નહિ ભરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

0
90
/

મોરબી: તાજેતરમા  જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને ઇ- ચલણ મોકલવામાં આવે છે. આ ઇ- ચલણના દંડની રકમ નહિ ભરે તે વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ વડાએ નિર્દેશ આપ્યો છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ જણાવાયું છે કે વાહનચાલકો જો ઇ-ચલણનો દંડ ભરપાઈ નહિ કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઇ- ચલણ ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે ભરી શકાય છે. ઓફલાઈન ચલણ ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી સામે, મોરબી-2(બી વિંગ ઓફિસ નં. 11)માં ભરવાનું રહેશે. ઓનલાઇન ઇ-ચલણ વેબસાઈટ www.echallanpayment.gujarat.gov.in મારફત પણ ભરી શકાશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/