મોરબી: વિદ્યુત સ્મશાનના ચાલકે મૃતક કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ કરવાની નાં પાડી ?

0
285
/

મોરબીના શહેરમાં ગત તા,૧૦ ના રોજ પોઝીટીવ આવેલ વૃધ્ધનં રાત્રીના મોત નીપજ્યા બાદ સ્મ્શાના સંભાળ રાખનાર મૃતક દર્દીના પરિવાજનોને સ્મશાનમાં અગ્નિદાહ આપવાની નાં પાડવામાં આવી છે મૃતક પોઝીટીવ દર્દીનો મૃતદેહ હાલમાં સિવિલ હોસ્પિટલમાં જ પડ્યો છે

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા અને ગત તા. ૧૦ ના રોજ પોઝીટીવ આવેલ હીરાભાઈ મોહનભાઈ ડાભીની સારવાર ચાલુ હોય દરમિયાન ગત રાત્રીના તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના અગ્નિદાહ માટે કવાયત શરુ કરવામાં આવી હતી જો કે વિદ્યુત સ્મશાન ચાલકોએ મૃતક પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ સ્મશાનમાં નહિ કરવામાં દેવામાં આવે તેવું જણાવ્યું હતું જો કે મોરબી ચીફ ઓફિસર દ્વારા વિદ્યુત સ્મશાનમાં એક ભઠ્ઠી અનામત રાખવાની સુચના આપી હોવા છતાં વિદ્યુત સ્મશાનના ચાલકે પરિવારજનોને નાં પાડી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે તો આ કોરોનાની મહામારી વચ્ચે માનવતા મરી પડી હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે.હાલમાં પોલીસ સ્ટાફ પણ મૃતક દર્દીના પરિવારજનો સાથે સ્મશાને સ્મશાન ચાલકને રજૂઆત કરતી હોવાનુ જાણવા મળેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/