મોરબી: સામસામે બાઇક અથડાતા અકસ્માત : એકનું મોત, એકની હાલત ગંભીર

0
461
/
રણછોડગઢથી મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદણા અને માંડલ વચ્ચે સામસામે બાઇક અથડાતા અકસ્માત થયો

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ઠાકોર સમાજના બે યુવાનો મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદરણા અને માંડલ વચ્ચે સામસામા બે બાઈક અથડાતા રણછોડગઢ ગામ ના બંને યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર હાલતે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સામેવાળા બાઈકચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને મોરબી સિરામિકમાં કામ કરતા બળદેવભાઈ જાદુભાઈ ઠાકોર અને અરવિંદભાઈ હીરાભાઈ ઠાકોર આજે રાબેતા મુજબ સવારે ઘરેથી નીકળી મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદરણા અને માંડલ વચ્ચે સામસામે બાઇક અથડાતા બળદેવભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે પ્રથમ મોરબી ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સામાપક્ષે બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક બળદેવભાઈને સંતાનમાં બે દીકરા હોય, જેમા એક બે વર્ષનો અને એક તો માત્ર છ માસનો છે. ત્યારે બળદેવભાઈ મોતના પગલે પરિવારજનોમાં કાળો કલ્પાંત પ્રસરી ગયો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/