દારૂ ક્યાંથી લઈ જઈ ક્યાં પહોંચાડવાના હતા તે અંગે તપાસ ચાલુ
મોરબી : તાજેતરમા મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર વિદેશી દારૂ ભરેલ કાર પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારી ગયેલી કારમાં રાજકોટના બે પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા હતા. મોરબી પોલીસે રાજકોટના બે પોલીસકર્મીઓને ઝડપી બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બન્નેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ જાંબુડિયા ઓવરબ્રિજ ઉપર બુધવારે કાળા કલરની GJ- 03 L- 4455 નંબરની કાર પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં દારૂ ભરેલો હોવાથી તેમાંથી રોડ પર દારૂ ઢોળાયો હતો. આ સમગ્ર ઘટના પર પડદો પાડવા કારમાં સવાર બે શખ્સોએ બીજી ઇકો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે, આ સમયે સ્થળ પર એકઠા થયેલા લોકો પર કારમાં સવાર લોકોએ ભારે રોફ જમાવ્યો હતો અને સ્થળ પર આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ પણ કરી હતી.
પોલીસે દારૂ ભરેલી આ કારમાં સવાર રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા (રહે. રિબડા) અને 28 વર્ષીય પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. બામણબોર)ની અટકાયત કરી છે. રૂ.18,720 કિંમતના વિદેશી દારૂની 36 બોટલો અને 3200ની કિંમતના બીયરના 32 ટીન કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 5,46,920નો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આજે બન્ને આરોપીઓને તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ માંગણી કરી હતી. જેના આધારે મેજિસ્ટ્રેટે બન્નેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે બન્ને આરોપીની પૂછપરછ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ પણ કરી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide