મોરબી એસટીને લગ્નની સિઝન ફળી, 9 દિવસમાં રૂ.57.71 લાખની આવક થઇ

0
46
/
/
/
લગ્નસરાની મૌસમને કારણે મોટાભાગની એસટી બસો હાઉસફુલ

મોરબી : હાલ મોરબીમાં દિવાળી બાદ લગ્નસરાની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી છે.આ લગ્નની સિઝનની સીધી અસર મોરબી એસટી ડેપોને થઈ છે. લગ્નસરાની મૌસમમાં બહારગામ જવા માટે ભારે ઘસારો રહેતા મોટાભાગની એસટી બસો હાઉસફુલ થઈ ગઈ છે.આ ઉપરાંત જાનની સ્પેશિયલ બસ માટે ધરખમ એડવાન્સ બુકીંગ થઈ રહ્યું છે.આથી છેલ્લા નવ દીવસમાં મોરબી એસટી ડેપોને રૂ.57.71 લાખની ધરખમ આવક થઈ છે.

મોરબી એસટી ડેપોને દિવાળીની જેમ લગ્નસરાની સિઝન પણ ફળતા ઘી-કેળા થઈ ગયા છે. ખાસ કરીને વર્ષોથી એસટી દ્વારા લગ્નસરાની સિઝનમાં જાન માટે સ્પેશિયલ બસ ફાળવવામાં આવે છે. જેના માટે 7 દિવસ અગાઉ બુકીંગ કરવાનું હોય છે. આથી ગયા વર્ષ કરતા આ વર્ષે જાનની બસ માટે વધુ બુકીંગ થયા છે. ગત તા.21 થી શરૂ થયેલી લગ્નની સીઝનમાં અત્યાર સુધીમાં જાન માટે પાંચ બસ બુક થઈ હતી.જેમાં રૂ 61050 ની આવક થઈ છે.જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં લગ્ન પ્રસંગીમાં જવા માટે પણ ભારે ઘસારો થયો હતો. આથી એસટી તંત્રના સત્તાવાર અકડા મુજબ ગત તા.21 થી 29 સુધી તમામ બસોમાં ઘયેલી આવક મુજબ તા.21ના રોજ રૂ.333884, તા.22 ના રોજ રૂ.398284, તા.23ના રોજ રૂ.388856, તા.24ના રોજ રૂ.357441, તા.25ના રોજ રૂ.361698, તા.26ના રોજ રૂ.345241, તા 27ના રોજ રૂ.332513, તા.28ના રોજ રૂ.294386, તા.29ના રોજ રૂ.369567 એમ મળીને આ નવ દિવસ દરમિયાન કુલ રૂ.57,71,870 ની આવક થઈ હતી અને હજુ પણ આવક વધવાની શકયતા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/