મોરબીમાં ભારે વાહનની પ્રવેશબંધી માટે રખાયેલી આડશ સાથે ટ્રક ટકરાયો

0
223
/
/
/

મોરબી : શહેરમાં વધતા ટ્રાફિકને લઈને ઘણા માર્ગો ભારે વાહનો માટે બંધ કરાયા છે. ભારે વાહનોના પ્રવેશને અટકાવવા કેટલીક જગ્યાએ આડશો પણ મુકવામાં આવી છે ત્યારે આજે એવી જ લોખંડની આડશ સાથે એક ટ્રકની ટક્કર થઈ હતી.

આજે શનિવારે સવારના સમયે મોરબીના શક્તિચોકમાંથી બેઠા પુલ પર થઈને સામેકાંઠે જતા માર્ગ પર મુકવામાં આવેલા લોખંડના સ્ટ્રક્ચર સાથે એક ટ્રક ટકરાયો હતો. આ દરમ્યાન લોકોના ટોળા થોડો સમય એકઠા થઇ ગયા હતા અને ટ્રાફિક અવરોધાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે ટકકરને પગલે ટ્રકને ખાસુ એવું નુકશાન થયું છે. પોલીસ સ્ટેશનમાં બનાવની જાણવા જોગ નોંધ થઈ ન હોવાનું બહાર આવેલ છે.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner