મોરબીના સાવસર પ્લોટના હોસ્પિટલ ઝોન વિસ્તારમા ગટર ઉભરાવાની ભયંકર સમસ્યા

179
63
/

તંત્રના પાપે એક મહિનાથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ભય

મોરબી : મોરબીના સાવસર પ્લોટના હોસ્પિટલ ઝોન વિસ્તારમાં ગટર ઉભરવાની ભયંકર સમસ્યા સર્જાય છે.અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેતા એક મહિનાથી ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિક લોકોનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.ગટરના દૂષિત પાણી ભરાઈ રહેવાની સાથે કાદવ કીચડ થવાથી રોગચાળો વકરવાની દહેશત છે

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સાવસર પ્લોટમાં વિસાતરમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવવની સમસ્યા સર્જાય છે. સાવસર પ્લોટ વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલો આવેલી છે.પ્રભાત હોસ્પિટલ વાળી શેરી તથા તેના પછીની શેરી સહિત ત્રણ શેરીઓમાં છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ભરાઈ રહે છે.નદીના વહેણની માફક આ ત્રણેય શેરીઓમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ગંદકીએ માજા મૂકી છે.ગંદુ ક્ષાર યુક્ત પાણી થઈ જવાથી અને ઉપરથી ગારા કીચડ પણ થવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.બેસુમાર ગંદકી થતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.જેથી રોગચાળો વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.હોસ્પિટલોમા સાજા થવા આવતા દર્દીઓ આ ગટરની ગંદકીથી વધુ બીમાર પડે તેવી નોબત આવી છે.ગટરની સમસ્યા વકરતી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.સ્થાનિક લોકો અને તબીબોએ અનેક વખત પાલિકા તંત્રને રજુઆત કરી છે પણ તંત્ર લાતી પ્લોટમાંથી ગટર ઉભરાતી હોય તેનું ગંદુ પાણી સાવસર પ્લોટ વિસ્તારમાં આવતું હોવાનું કહીને દરેક વખતે ઉઠા ભણાવે છે. એક મહિનાથી તંત્ર માત્ર ઠાલા આશ્વસન આપતા ગટરના પાણી ભરાઈ રહેવાથી સ્થાનિક લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.