કન્યા છાત્રાલય રોડ ઉપર કર્મસેતુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર સામે એલસીબીની કાર્યવાહી
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા મોટા જુગાર ઉપર એલસીબીએ દરોડો પાડીને પતા ટીંચતા 7 શખ્સો પકડી પાડ્યા છે. આ સાથે 6.46 લાખની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ કન્યા છાત્રાલય રોડ ઉપર કર્મસેતુ એપાર્ટમેન્ટમાં વિપુલભાઈ ચંદુભાઈ પટેલના ફ્લેટ નંબર 101માં ચાલતા જુગાર ધામ ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા હિરલભાઈ ઉર્ફે લાલાભાઈ અમરશીભાઈ પટેલ, કેયુરભાઈ કઉર્ફે કાનો નાગજીભાઈ પટેલ, હરેશભાઇ કરમશીભાઈ પટેલ, હરેશભાઈ વલ્લભભાઈ પટેલ, ભાવેશભાઈ ઉર્ફે કાનો ભુદરભાઈ પટેલ અને સુરેશભાઈ ઉર્ફે સુરો કાંતિલાલ પટેલને રોકડ રૂ. 6,46,500 સાથે પકડી પાડવામાં આવ્યા છે.
આ તમામ સામે ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ વી.બી. જાડેજા, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, કોન્સ. ભરતભાઇ મિયાત્રા, સહદેવસિંહ જાડેજા અને હેડ કોન્સટેબલ દશરથસિંહ ચાવડા રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide