મોરબી શહેરમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાવાણી સાથે આજના 8 કેસ : કુલ કેસ 78

0
305
/

મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 78 થયો

મોરબી : મોરબીમાં કોરોનાની ગાડી ટોપર ગિયરમાં દોડવા લાગી છે. આજે ગુરુવારે બપોરેના 3 વાગ્યા સુધીમાં ચાર કોરોનાના કેસ નોંધાયા બાદ સાંજે બીજા ચાર નવા કેસ સામે આવ્યા છે. જેમાં રવાપર રોડ પરની સોસાયટીના 55 વર્ષના આધેડ ,મંગલ ભુવન નાગર પ્લોટના 65 વર્ષના વૃદ્ધ ,કાયાજી પ્લોટના 44 વર્ષના યુવાન અને રવાપર રોડની સિદ્ધિ વિનાયક સોસાયટીના 65 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે.

મોરબીમાં આજે ગુરુવારે સાંજે ચાર કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે આજનો કુલ કેસનો આંકડો 8 થઈ ગયો છે. અત્યારે 6.30 વાગ્યે નોંધાયેલા નવા ચાર કેસની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા પંકજભાઇ જમનાદાસભાઈ સેજપાલ ઉ.વ.55, મોરબીની વીસી હાઇસ્કુલ રોડ પર મંગલ ભુવન, નાગરપ્લોટમાં રહેતા અશોકભાઈ જેઠાલાલ ઉ.વ.65, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા સ્નેહલભાઈ ભગવાનજીભાઈ અશનાની ઉ.વ.44 અને મોરબીના રવાપર રોડ ઉપર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ભગવાનજીભાઈ ઉ.વ.65નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબીના આજે ગુરુવારના 8 કેસ થયા છે અને મોરબી જિલ્લાના કુલ કોરોનાના 78 કેસ થઇ ચુક્યા છે.

9 જુલાઈ, ગુરુવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત

1) મોરબી શહેર, કેનાલ રોડ, રામકો બંગલો પાછળ, ગજાનંદ પેલેસ : રાજેશભાઈ નારણભાઈ ગાંભવા (ઉ.42)

2) મોરબી શહેર, કેનાલ રોડ, રામકો બંગલો પાછળ, ગજાનંદ પેલેસ : દમયંતીબેન રાજેશભાઈ ગાંભવા (ઉ.37)

3) મોરબી શહેર, ગ્રીનચોક વિસ્તાર, દફ્તરી શેરી : જગદીશભાઈ ગોપાલભાઈ ચૌહાણ (ઉ.39)

4) મોરબી શહેર, રવાપર રોડ, ઓમ પાર્ટીપ્લોટ નજીક, પ્રમુખ હાઇટ્સ : જીતેન્દ્રભાઈ હંસરાજભાઈ કાવઠીયા (ઉ.53)

5) મોરબી શહેર, રવાપર રોડ, રઘુવીર સોસાયટી : પંકજભાઈ જમનાદાસ સેજપાલ (ઉ.55)

6) મોરબી શહેર, મંગળભુવન, નાગર પ્લોટ, વીસી હાઈસ્કૂલ રોડ : અશોકભાઇ જેઠાલાલ (ઉ.65)

7) મોરબી શહેર, 2-કાયાજી પ્લોટ : સ્નેહલભાઈ ભગવાનજીભાઈ અશનાની (ઉ.44)

8) મોરબી શહેર, રવાપર રોડ, સિદ્ધિ વિનાયક પાર્ક : અરવિંદભાઈ વનરાવનભાઈ (ઉ.65)

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/