મોરબીના નવાડેલા રોડ પરના ખાડા બુરવા મકાનનો કાટમાળ નાખવાની કવાયત

0
56
/

ખાડા બુરવા માટી સાથે ઈંટ પણ નાખતા વાહનચાલકોને તો મુશ્કેલી તો યથાવત 

રબીના નવાડેલા રોડ પર ગાબડા હોય જે બુરવા માટે પાલિકા તંત્રને આખરે સમય તો મળ્યો છે જોકે હમેશની જેમ પાલિકા તંત્ર રાહત આપવાને બદલે મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે કારણકે ખાડા બુરવા માટે મકાનના કાટમાળ ઠાલવી રહ્યા છે જેમાં ઇંટોના ટુકડા પણ સ્પષ્ટ જોઈ સકાય છે

મોરબી નગર પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને રાહત આપવાને બદલે તેની મુશ્કેલી વધારતી હોય તેમ લાગી રહ્યું છે કારણકે મોરબીના નવાડેલા રોડ પર ગાબડા પૂરવાનં તો તંત્રને યાદ આવ્યું છે પરંતુ ગાબડા પુરવા માટે ભરતીનો માલ નાખવાને બદલે મકાનનો કાટમાળ નાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગાબડા પૂરવા માટેની માટી સાથે ઇંટોના ટુકડા પણ જોઈ સકાય છે ઇંટોના મોટા ટુકડા ગાબડા પુરવા નાખ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા ટુકડા વાહનચાલકોને ખાસ કરીને બાઈક સવારને તો અવરોધરૂપ બનવાના છે જેથી સ્થાનિક વેપારીઓએ પણ પાલિકાનો વિરોધ પણ કર્યો હતો.

( રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/