નગરપાલિકાની ટીમે માસ્ક ન પહેરનાર 50 થી વધુ વેપારીઓને દંડ ફટકાર્યો
મોરબી : અનલોક 1માં પણ તમામ ચીજવસ્તુઓનો ધંધો કરતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે સાવચેતી માટે માસ્ક પહેરી રાખવું ફરજિયાત છે. આ નિયમનો ઉલ્લંઘન કરનાર સામે કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે મોરબીના અમુક વેપારીઓ પોતાના ધંધાના સ્થળે માસ્ક ન પહેરતા હોવાની ફરિયાદ ઉઠતાં નગરપાલિકાની ટીમે આજે બજાર વિસ્તારમાં ફરીને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં માસ્ક ન પહેર્યા હોય 50 થી વધુ વેપારીઓ ઝપટે ચઢયા હતા.
મોરબી નગરપાલિકાની ટીમે આજે માસ્ક પહેર્યા વગર ધંધો કરતા વેપારીઓ ઉપર તવાઇ ઉતારી હતી. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની સૂચનાને પગલે પ્રોબેશન ચીફ ઓફિસર મંદિપ પટેલ, સેનિટેશન ઇન્સ્પેક્ટર ક્રુષ્ણસિંહ જાડેજા, પ્રોબેશન સેનિટેશન ઇન્સ્પેક્ટર કૌશીક પ્રજાપતિ, રમેશભાઈ રબારી, મહેશભાઈ રબારી, શક્તિ રાઠોડ સહિતની ટીમે પોલીસને સાથે રાખીને મોરબીના પરા બજાર સહિતના વિસ્તારોમાં ફરીને માસ્ક પહેર્યા વગર દુકાને બેસીને બેદરકારી પૂર્વક ધંધો કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને 50 થી વધુ વેપારીઓ માસ્ક ન પહેર્યા હોય, આ તમામને રૂ.200 -200 નો દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અને હાલ મોરબીની બજારોમાં માસ્ક પહેર્યા વગર દુકાને બેસીને ધંધો કરતા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી ચાલુ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide