મોરબીના વાવડી રોડ પરના રેવા પાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ : લોકોને હાશકારો

0
51
/

મુંબઈથી થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવાપાર્ક -1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારનો અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી, તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોગ્ય સહિતના તંત્ર દ્વારા રેવાપાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. દરમિયાન કોરનાગ્રસ્ત વૃદ્ધાની તબિયત સુધરતા તેમને અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે 14 દિવસ કન્ટેન્ટમેન્ટ ઝોનના પુરા થયા હતા. આમ તો નિયમ મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનના 28 દિવસ હોય છે. પણ મોરબી કલેકટરે સરકારમાંથી અંગે વિશેષ મંજુરી મેળવી રેવા પાર્ક -1 ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે અને રેવા પાર્કમાં રહેલી આડશો દૂર કરીને આ વિસ્તારને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. જેથી, સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/