મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા

0
45
/

મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી. કરવા ગયા હતા. ત્યાંથી નીકળી ગયા બાદ તેમના પર પોસ્ટ ઓફિસના કર્મચારી અશ્વિનભાઈ રામાનુજનો કોલ આવ્યો. અશ્વિનભાઈએ એમ.એન. જાડેજાને જણાવ્યું કે તેણે જાડેજાભાઈનો નંબર રજીસ્ટર એડી.ની વિગતમાંથી શોધ્યો છે. બાદમાં ખરાઈ માટે કોઈ વસ્તુ ખોવાઈ છે તેમ ફોનમાં પૂછ્યું. જાડેજાભાઇએ બધું ચેક કરીને કહ્યું કે મોબાઇલ, પાકીટ, ગોગલ્સ તમામ વસ્તુઓ મારી પાસે છે. તેથી, અશ્વિનભાઈએ કહ્યું કે કોઈ વસ્તુ ન મળે તો આ નંબર માં કોલ કરજો. ત્યાં જાડેજાભાઇને અચાનક ધ્યાન ગયું કે તેમના ખિસ્સામાં રૂ. 10,000 નથી. આથી, તેઓએ અશ્વિભાઈને જણાવ્યું કે 2000 વાળી 5 ચલણી નોટ ખિસ્સામાં નથી. આમ, ખરાઈ કર્યા બાદ અશ્વીનભાઈએ જણાવ્યું કે આપના ભૂલથી દસ હજાર અહીં રહી ગયા છે. આપ જયારે નીકળો ત્યારે લઈ જશો.

બાદમાં એમ. એન. જાડેજાએ પોસ્ટ ઓફિસમાં પહોંચીને જોયું કે પોસ્ટ ઓફીસમાં સી.સી.ટી.વી. કેમેરા નથી તેમજ પોસ્ટ ઓફીસમાં લોકોની અવરજવર પણ વધુ રહેતી હોય છતાં રૂપિયા પાછા મળ્યા એ બહુ મોટી બાબત કહેવાય. આથી, એમ. એન. જાડેજાએ લાલબાગ પોસ્ટ ઓફીસના સ્ટાફ અશ્વિનભાઈ રામાનુજ (દેરાળા), મહેશભાઈ યાદવ, દિલીપ પટેલ આ બધા જ લાલબાગ પોસ્ટ ઓફીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/