મોરબી સહિત ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટે 3જી નવેમ્બરે પેટા ચૂંટણી નું આયોજન

0
54
/
આજથી જ આદર્શ આચાર સંહિતા થઈ લાગુ થઇ 

મોરબી : તાજેતરમા બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો ગત સપ્તાહે જાહેર થઈ ત્યારે જ ગુજરાતની પેટા ચૂંટણી જાહેર થવાની સંભાવના હતી. જો કે એ સમયે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર ન થતા ચાલેલી અટકળોનો આજે અંત આવ્યો છે અને ગુજરાત વિધાનસભાની મોરબી સહિતની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે તારીખની આજે જાહેરાત થઈ ચુકી છે.

જે મુજબ આજથી જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા ખાલી પડેલી મોરબી સહિતની તમામ 8 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે. એ પૂર્વે 9 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ અને ફોર્મ પરત ખેંચવા માટે 19 ઓક્ટોબરની તારીખ નક્કી કરાઈ હોય 19 ઓક્ટોબરે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. 3 નવેમ્બરે તનામ બેઠકો પર એકસાથે મતદાન થયા બાદ 10 નવેમ્બરે મતગણતરી થશે. ત્યારે કોંગ્રેસમાંથી બગાવત કરી ભાજપમાં ગયેલા નેતાઓને જનતાએ સ્વીકાર્યા કે નહીં એ ઉજાગર પણ થઈ જશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/