મોરબી: પોલીસ ‘હદ’ નક્કી ન કરી શકતા ૯ દિવસ પૂર્વે ગુમ થયેલી યુવતીનો પરિવાર ફરિયાદ નોંધાવવા માટે ત્રાહિમામ થઇ રહ્યો છે

0
655
/
૯ દિવસ પૂર્વે મોરબી-વાંકાનેર હાઇવે સ્થિત મહાનદીના પુલ પર ગુમશુદા યુવતીનું સ્કૂટર મળ્યું હતું ચાલુ પરીસ્થિતિમાં : વાંકાનેર તાલુકા અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનું બનાવની હદ નક્કી કરવામાં ચાલી રહ્યું છે ચલકચલાણું યુવતીના પિતાએ ફરિયાદ નોંધી પુત્રી શોધી આપવા એસપીને પત્ર લખી રજૂઆત કરી 

મોરબી : ઘણીવાર કોઈપણ ઘટના ક્યાં પોલીસ સ્ટેશનની હદમાં બની છે એ નક્કી કરવામાં ઘણીવાર ખુદ પોલીસ ગોથે ચડી જાય એવા બનાવો અસંખ્યવાર સામે આવતા હોય છે. જો કે, અમુક બનાવોમાં ‘હદ’ નક્કી કરતા થોડોઘણો સમય વેડફાય જાય તો ખાસ ફેર પડતો નથી. પણ જ્યારે કોઈની પુત્રીના જીવન-મરણનો સવાલ હોય ત્યારે હદ નક્કી કરવાની કાર્યવાહી ઝડપથી પુરી થવી જોઈએ એ માનવતાની દ્રષ્ટિએ પણ ઇચ્છનીય છે. જો કે વાંકાનેર તાલુકા પોલીસ ‘હદ’ને લઈને હદ બહાર દ્વિધા અનુભવી રહી હોય એવું તાજેતરમાં બનેલા એક બનાવથી સ્પષ્ટ થાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના મહેન્દ્રનગર સ્થિત પીપરવાડી વિસ્તારમાં તક્ષશિલા સ્કૂલની બાજુમાં રહેતા નરશીભાઈ દેવજીભાઈ પઢારિયાએ મોરબી એસ.પી.ને પત્ર લખી 9 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયેલી તેની 27 વર્ષીય અપરણિત શિક્ષિકા પુત્રી મોનીકાને શોધી આપવા વિનવણી કરી છે ત્યારે તેઓએ એસ.પી.ને લખેલા પત્રમાં એક પિતાની વ્યથા, નિરાશા, સિસ્ટમ સામે વ્યક્ત થતો આક્રોશ અને દીકરી માટેનો વલોપાત સ્પષ્ટ વર્તાઈ આવે છે.

એસ.પી.ને કરેલી લેખિત રજુઆતમાં નરશીભાઈએ પુત્રી રહસ્યમય સંજોગોમાં વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે સ્થિત મહાનદીના પુલ મધ્યેથી ગુમ થઈ ત્યારથી લઈને પરિવારે વેઠવી પડેલી પરેશાની બ્યાન કરી છે. પુત્રીનું ડ્યુક સ્કૂટર પુલ મધ્યે એન્જીન ચાલુ હોવાની હાલતમાં મળ્યું હતું. પુત્રીનું પર્સ મોબાઈલ સહિત સ્કુટરમાંથી જ મળી આવ્યું હતું. ગુમ થયેલી પુત્રી તેની પરિણીત મોટી બહેનને મળીને પંચાસર નાકેથી પરત ફરી રહી હતી ત્યારે ઘેર માતાને ફોન કરીને જાણ પણ કરી હતી કે, હું બહેનના ઘેરથી નીકળી છું. જો કે, ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં પુત્રી ગુમ થઈ જવાથી સમગ્ર પરિવાર હાંફળોફાફળો થઈ પુત્રીને શોધવા ઘટના સ્થળે ઘસી ગયો હતો. જ્યાંથી પુત્રીનું ડ્યુક સ્કૂટર સહિત તમામ સમાન સહીસલામત મળી આવ્યો હતો પણ પુલની વચ્ચોવચથી પુત્રી ક્યાં ગાયબ થઈ ગઈ એ એક કોયડો બની ગયો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/