મોરબી જલારામ મંદિરના બાળ કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દીન ઉજવ્યો

0
43
/
બાળ વયે જ પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો

મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીનની પ્રેરક ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત વિશાલ ગણાત્રાની આગેવાનીમા બાળકો એ શહેરના નવલખી રોડ સ્થિત જલારામ પાર્ક ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતન તેમજ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. બાળવયે જ પર્યાવરણ પ્રેમ દર્શાવતા બાળકોએ સમાજને પ્રેરક સંદેશ પુરો પાડ્યો છે. તેમ જલારામ પ્રાર્થના મંદિરના પ્રમુખ નિર્મિત કક્કડએ યાદીમાં જણાવેલ છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/