ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા બાદ બ્રિજેશ મેરજાની પ્રતિક્રિયા : જુઓ VIDEO

0
579
/

કોંગ્રેસના મિત્રો કાચના મકાનમાં રહી મારા પર પથ્થર ન ફેંકે : બ્રિજેશ મેરજાનો પલટવાર

મોરબી : કોંગ્રેસ પાર્ટીને રાતોરાત રામરામ કહી દેનાર બ્રિજેશ મેરજા પર કોંગ્રેસ પાર્ટી અને જનતામાંથી વિરોધના સુર ઉઠી રહ્યા છે ત્યારે મેરજાએ પોતાનો એક વિડીઓ જાહેર કરી રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપી છે.

એક વિડીઓ સંદેશ મારફતે મેરજાએ કહ્યું છે કે, મેં કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. હું પ્રજાહિત અને જનસેવા કરવા બીજી ઇનિંગ સાથે આવીશ. મેરજા પર પક્ષપલટા થઈ રહેલા આક્ષેપો અને મેરજાએ પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસ પાર્ટીના મારા અમુક મિત્રો કહે છે કે કોંગ્રેસે મને ઘણું આપ્યું હોવા છતાં મેં પાર્ટીને છેહ દીધો છે. પણ સાચી વાત એ પણ છે કે મેં કોંગ્રેસ પાર્ટીને લોકભોગ્ય બનાવી છે. પાર્ટીના સદસ્ય તરીકે હું પાર્ટીને ઘણો મદદરૂપ થયો છું. હવે જ્યારે મેં નવી ઇનિંગની શરૂઆત કરી છે ત્યારે હું વધુને વધુ પ્રજાભિમુખ બનીને કાર્ય કરીશ

પોતાના કાર્યકરો અને નજીકના લોકોને ઉદ્દેશીને મેરજાએ કહ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખજો અત્યાર સુધી કરેલા પ્રજાના કાર્યોને હવે આપણે વધુ સુદ્રદ્ધ રીતે કરવાના છે.

વધુમાં મેરજાએ જણાવ્યું હતું કે, હું ચાહે કોઈ પણ પાર્ટીમાં હોવ મેં હંમેશા પ્રજાહિતને જ પ્રાધાન્ય આપ્યું છે. મતદારોમાં મારી છબી પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની છે ત્યારે કોંગ્રેસના અમુક મિત્રો મારા માટે હાલ જે ભાષા પ્રયોગ કરી રહ્યા છે તે ખેદજનક છે. મારા સંસ્કાર એવા નથી કે હું કોઈ અસભ્ય ભાષામાં તેઓને વળતો જવાબ આપું. પણ કોંગ્રેસના મિત્રો કાચના મકાનમાં રહી મારા પર પથ્થર ન ફેંકે તેવી ટકોર કરતા મેરજાએ જણાવ્યું હતું કે પ્રજાના કાર્યો વધુ સારી રીતે કરી શકાય એ માટે મેં આ પગલું ભર્યું છે. આથી સાથીદારો અને મિત્રો નાસીપાસ ન થાય અને અત્યાર સુધી આપેલા સાથ સહકારની જેમજ આપણે આગળ ઉપર પણ સાથે મળીને મતદારોના હિત માટે કાર્યરત રહીશું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/