મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં આવેલ કારખાનામાં એક યુવક શેડ પરથી પડી ગયો હતો. તેઓને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના ત્રાજપર ગામમાં રહેતા વીજયભાઇ નાનુભાઇ વરાણીયા (ઉ.વ. 42) ગઈકાલે તા. 21ના રોજ લીલાપર ગામમાં લીલાપર ચોકડીની બાજુમાં આવેલ દેવકીનંદન પેપર મીલમાં કામ કરી રહ્યા હતા. તે વખતે તેઓ શેડ પરથી પડી ગયા હતા. આથી, તેઓને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા બનાવની આગળની તપાસ કરવામાં આવેલ રહી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...