મોરબી : લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો

0
85
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
વાંકાનેર લોહાણા મહાજન, ટંકારા લોહાણા મહાજન, હળવદ લોહાણા મહાજન, પડધરી લોહાણા મહાજનના આગેવાનો સહીત જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓની પણ પ્રેરક ઉપસ્થિતિ

મોરબી : હાલ લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સ્તરની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી તથા લોહાણા મહાપરિષદ મહીલા વિભાગના આંતરરાષ્ટ્રીય પ્રમુખ રશ્મિબેન વિઠ્ઠલાણીનો અભિવાદન સમારોહ જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજવામા આવ્યો હતો.

આ તકે જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના અગ્રણી ઉપરાંત મોરબી-વાંકાનેર-હળવદ-ટંકારા-પડધરી લોહાણા મહાજનના આગેવાનો દ્વારા સતિષભાઈ વિઠ્ઠલાણી તથા રશ્મિબેન વિઠ્ઠલાણીનુ અદકેરુ સન્માન કરવામા આવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે લોહાણા સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્યરત લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી સમયમા જ્ઞાતિના ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રહેવા કોલ આપ્યો હતો.આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, જે. આઈ. પુજારા, મુકુંદભાઈ મીરાણી, સી. પી. પોપટ, મહેશભાઈ રાજા, નિર્મિત કક્કડ, પ્રવિણભાઈ કારીયા, રમણીકભાઈ ચંડીભમર, ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિભાઈ કક્કડ, જગદીશભાઈ કટારીયા, રાજુભાઈ ભમ્મર, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, રમેશભાઈ અખેણી, હળવદ લોહાણા મહાજન અગ્રણી કીશોરભાઈ અનડકટ, જગદીશભાઈ કારીયા, સંજયભાઈ મેંઢા, અરવિંદભાઈ ગોવાણી, પડધરી લોહાણા મહાજન પ્રમુખ પ્રફુલ્લભાઈ કોટક, ચંદ્રકાંતભાઈ પુજારા, હેમંતભાઈ કટારીયા, કેતનભાઈ કારીયા, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબીના મંત્રી અશોકભાઈ પાવાગઢી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતાપભાઈ ચગ, અશ્વિનભાઈ કારીયા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબીના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ પુજારા, જલારામ મંદિર મહીલા મંડળના મહીલા આગેવાનો, રઘુવંશી યુવક મંડળ-મોરબી પ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, પપ્પુભાઈ ચંડીભમર, ભરતભાઈ રાચ્છ, પ્રશાંતભાઈ સેતા, મોરબી નગરપાલીકાના કાઉન્સીલર ભાવીનભાઈ ઘેલાણી, વર્ષાબેન પુજારા, સુરભીબેન ભોજાણી, દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી પ્રમુખ નરેન્દ્રભાઈ પુજારા, જલારામ સેવા મંડળના અનિલભાઈ રાચ્છ, ચિરાગ રાચ્છ, જીતુભાઈ કોટક, અમિત પોપટ, લોહાણા વિદ્યોતેજક ફંડના આગેવાનો, પ્રફુલ્લભાઈ પોપટ તથા સમસ્ત પોપટ પરિવાર, લોહાણા અગ્રણી હર્ષદભાઈ હીરાણી (ચિત્રકુટ સિનેમા), લલીતભાઈ ચંદારાણા, વિવેકભાઈ મીરાણી, વિનુભાઈ ચગ, હસુભાઈ ચંડીભમર, ભરતભાઈ હીરાણી, હીંમતભાઈ પંડીત સહીતના વિવિધ સંસ્થાના આગેવાનોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત બંને પ્રમુખોનુ અભિવાદન કર્યુ હતુ. તેમ લોહાણા મહાજનના કન્વીનર નિર્મિત કક્કડએ યાદીમાં જણાવ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/