મોરબીમાં મકરસંક્રાંતિ પર્વે ગરીબ લોકોને ભોજન કરાવી પર્વની પ્રેરણાદાયી ઉજવણી

0
38
/

ચાંદની પાન મિત્ર મંડળ-મોરબી વોર્ડ નં.10 ભાજપના કાર્યકરો દ્વારા અનોખી ઉજવણી કરાઈ 

મોરબી: તાજેતરમા ઉજવાયેલ મકરસંક્રાંતિ પર્વમાં દાનનું અનેરું મહત્વ રહેલું છે જેથી આ દિવસે સૌ કોઈ યથાશક્તિ દાનપુણ્ય કરીને પુણ્યથું ભાથું બાંધતા હોય છે ત્યારે મોરબીમાં સંસ્થાઓ દ્વારા ગરીબોને ભોજન કરાવી મકરસંક્રાંતિ પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમીતે ચાંદની પાન મિત્ર મંડળ તેમજ મોરબી વોર્ડ નં. 10 ના ભાજપ કાર્યકરો દ્વારા ગરીબોને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ખાસ ઉપસ્થિત રહી કાર્યકર મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા રીષીપભાઈ કૈલા, નરેન્દ્રભાઇ પરમાર, હિતેષભાઈ કાવર, અમુભાઈ ફેફર, વિજયભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ લીખીયા, મયુરભાઈ મિસ્ત્રી, અનિલભાઈ વરમોરા, ભાણજીભાઈ વરસડા સહિતના કાર્યકર મિત્રો પણ જોડાયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/