મોરબીના નીચી માંડલ ગામે બે મકાનમાંથી રૂ. 1.87 લાખની ચોરીનો બનાવ

0
79
/
પોલીસે ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી

મોરબી : હાલ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે બે દિવસ પહેલા તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને રૂ..૧.૮૭ લાખની માલમતાની ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તસ્કરોને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતિભાઇ પ્રાણજીવનભાઇ કુણપરા (ઉ.વ.૫૫) એ અજાણ્યાં શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૦ના રોજ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. જેમાં ફરીયાદી તથા સાહેદ રાત્રીના પોતાના રહેણાંક મકાનમાં સુતા હતા.તે દરમ્યાન તસ્કરોએ ફરીયાદી તથા સાહેદના રહેણાંક મકાનમાં રાત્રીના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી ગૃહ અપપ્રવેશ કરી ફરીયાદીના ઘરના કબાટમાં રાખેલ આશરે ૨ તોલા વજનના સોનાના પાટલા નંગ-૦૨ કિં.રૂ. ૫૬,૦૦૦ તથા રોકડ રૂ.૯૦,૦૦૦ મળી રૂ. ૧,૪૬,૦૦૦ તથા સાહેદે પોતાના ઘરના કબાટમાં રાખેલ રોકડ રૂ. ૪૧,૦૦૦ મળી કુલ રૂ. ૧,૮૭,૦૦૦ ના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવની વધુ તપાસ તાલુકા પી.આઇ. એમ. આર. ગોઢાણીયા ચલાવી રહ્યા છે.
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/