મોરબી-માળીયામાં રોડના કામોનું ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ફોલોઅપ લેવાયું

0
50
/

મોરબીનો પાંચ કિલોમીટરનો જેલ રોડ રૂ ૨ કરોડના ખર્ચે મંજુર,જુદા જુદા રસ્તાના કામોનું ધારાસભ્યએ ફોલોઅપ લીધું

મોરબી-માળીયા (મી.) વિસતારના જુદા જુદા રસ્તાના કામો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય કક્ષાએ માર્ગ મકાન વિભાગના સ્ટેટ અને પંચાયતના સંબંધિત મુખ્ય ઈજનેર તેમજ ક્ષેત્રીય ઈજનેરો સાથે ફોલોઅપ કામ હાથ ધરતા બજેટ ઉચક જોગવાઈના ૨૦૧૯-૨૦ ના પાંચ રસ્તા ખાસ મરામત યોજના હેઠળના ચાર રસ્તા તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના આઠ રસ્તાઓ તેમજ પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના પાંચ રસ્તાઓ બાબતે સમીક્ષા કરી હતી

તે ઉપરાંત મોરબી જેલ રોડનો પાંચ કિલોમીટરનો રૂ ૨,૧૯,૫૭,૦૦૦ ના ખર્ચે મંજુર કરાવવામાં અને રસ્તાનો જોબ નંબર મેળવવામાં ધારાસભ્યને સફળતા મળી છે મોરબીનો જેલ રોડ હાલ બિસ્માર છે તે તુરંત જ ડામર સપાટીનો ર અસતો કરાશે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલથી અવની ચોકડી થઇ સામાકાંઠે જતો કેનાલ રોડ જે હાલ સાત મીટર પહોળાઈનો છે તે ૧૦ મીટર પહોળાઈનો કરવા રૂ ૨૨ કરોડનો જોબ નંબર ફાળવેલ છે જે કામ હાલ વહીવટી મંજુરી હેઠળ છે

મોરબી વાવડી રોડનું કામ લોકડાઉન પહેલા ચાલુ કરવામાં આવેલ પણ હાલ લેબરના અભાવે આ કામ બંધ છે તે ચાલુ કરવા ધારાસભ્યએ ખાસ તાકીદ કરી છે તેમજ સમય ગેટથી ઉમિયા સર્કલનો સીસી રોડ રૂ ૨ કરોડના ખર્ચે ધારાસભ્યએ મંજુર કરાવ્યો છે તેનું કામ ચાલુ થાય તે માટે એજન્સીને ઓર્ડર કરી દેવામાં આવ્યો છે

મોરબી માળીયા વિસતારના ઝીકીયારીથી ગોકુળિયા રોડ રૂ ૨ કરોડ ૧૦ લાખના ખર્ચે, હરીપરથી ગાળા રોડ રૂ ૨.૭૫ કરોડના ખર્ચે, અમરેલી એપ્રોચ રોડ રૂ ૫૩ લાખના ખચે, મોટા દહીંસરા વવાણીયા રોડ રૂ ૨.૧૦ કરોડના ખર્ચે, નવલખી રોડથી વર્ષામેડી રોડ રૂ ૮૦ લાખના ખર્ચે અને ખાખરેચી કુંભારિયા રોડ રૂ ૨ કરોડના ખર્ચે તેમજ સોખડા એપ્રોચ રોડ રૂ ૧૨ લાખના ખર્ચે, અમરનગર એપ્રોચ રોડ રૂ ૮ લાખના ખર્ચે સહિતના રોડના કર્યો મંજુર કરાવેલ છે

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/