મોરબી નગર પાલિકા ચાલી રહી છે અર્ધાથી પણ ઓછા સ્ટાફમાં!!

0
26
/
પાલિકાનું 503ના મહેકમમાંથી હાલ માત્ર 218નો જ સ્ટાફ : મોટાભાગનો ચાર્જમાં ચાલતો વહીવટ : ક્લાર્કના સહારે જ ચાલતા મોટાભાગના વિભાગો, એક વ્યકતિને ત્રણ-ચાર વિભાગનો ચાર્જ

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ-વન ગ્રેડની મોરબી નગરપાલિકામાં મજૂર થયેલા મેહકમની સામે અડધા પણ ઓછો સ્ટાફથી લગડધગડ ચાલી રહી છે. હાલમાં મોરબી પાલિકાનો મોટાભાગનો વહીવટ ચાર્જમાં ચાલે છે. નગરપાલિકાના મોટાભાગના વિભાગોમાં ક્વોલિફાઇડ સ્ટાફ જ નથી. એથી, નગરપાલિકાના મોટાભાગના વિભાગો ચાર્જમાં ચાલે છે. જેથી, પાલિકાના કામકાજમાં માઠી અસર પહોંચે છે.

મોરબી નગરપાલિકાના 24 જેટલા અલગ અલગ વિભાગો છે. આ 24માંથી મોટાભાગના વિભાગોનો વહીવટ ચાર્જમાં ચાલે છે. જેમાં પાલિકાના મહત્વના પવડી, એકાઉન્ટન્ટ, સ્ટોર, રેકર્ડ, હેડ ક્લાર્ક, વ્યવસાય વેરો, સીટી બસ, એસ્ટા, મિકેનિકલ, ગેરેજ, વોટર વર્ક્સ સહિતના 16 જેટલા વિભાગો ચાર્જમાં ચાલે છે. મહત્વની13 જગ્યાઓ ચાર્જમાં છે. મોટાભાગના ક્લાર્કને જે તે વિભાગનો મહત્વનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં એક ક્લાર્કને ત્રણ-ચાર વિભાગોનો ચાર્જ અપાયો છે. જેમાં મહત્વના હાઉસ ટેક્સ, અધર ટેક્સ સહિતના વિભાગો તો ચાર્જ વિના જ ચાલે છે. પવડીમાં ત્રણ એન્જિનિયર કરાર આધારિત ફરજ બજાવે છે.

કુલ 503 સ્ટાફનું પાલિકાનું મહેકમ છે. એમાંથી હાલ 218 નો જ સ્ટાફ ફરજ બજાવે છે. એમાંથી103 જેવા સફાઈ કર્મીઓ છે. એટલે માત્ર 115 નો જ સ્ટાફ વહીવટી કામગીરી કરે છે. છેલ્લા બે વર્ષમાં 23 જેટલો સ્ટાફ નિવૃત થયો છે. જેમાંથી 8 જેટલા ક્લાર્કનો સમાવેશ થાય છે. જુના અનુભવી ક્લાર્ક નિવૃત થઈ ગયા છે. જ્યારે એકમાત્ર સેનિટેશન વિભાગ જ રેગ્યુલર ચાર્જમાં ચાલે છે. જ્યારે ચોથા વર્ગના કર્મચારી પટાવાળાનું ક્લાર્ક તરીકે પ્રમોશન મળી ગયું છે. લેબર કાર્ટમાંથી તેઓ કેસ તેઓ જીતી ગયા છતાં તેમને પ્રમોશન અપાયું નથી અને તેમનો કેસ હાઇકોર્ટેમાં ચાલે છે. આમ એક બાજુ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગર પાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ જવામાં નેતાઓ અને અધિકારીઓની બેજવાદારીની સાથે પાલિકામાં ક્વોલિફાઇડ સ્ટાફની અછત પણ એટલી જ જવાબદાર છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈ મોરબી પાલિકામાં યોગ્ય સ્ટાફની ભરતી કરવી પણ અત્યંત જરૂરી છે.

વર્ષ 1995થી પાલિકાના એકપણ કર્મચારીને પ્રમોશન અપાયું નથી

વર્ષ 1995 થી પાલિકાના એકપણ કર્મચારીને પ્રમોશન અપાયું નથી. વર્ષ 1995માં સાત જેટલા કર્મચારીઓને પ્રમોશન અપાયા બાદ છેલ્લા 25 વર્ષથી કોઈને પ્રમોશન અપાયું નથી. તેથી, પાલિકાના પ્રમોશન માટે દાવેદાર ગણાતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાંબા સમયથી અન્ય સ્ટાફની ભરતી થઈ નથી. એકબાજુ ક્વોલિફાઇડ સ્ટાફ નથી. બીજી બાજુ સ્ટાફની કમી છે અને ઉપરાંત ચાર્જમાં ચાલતા વહીવટમાં પણ કર્મચારીઓ ઉપર કામનો વધુ બોજને કારણે નગરપાલિકાનું માંડ-માંડ ગાડુ ગબડે તેવી પરીસ્થિતિ છે.

તસ્વીર : રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/