મોરબી નગર પાલિકા ચાલુ વર્ષમાં મિલ્કત વેરા ઉપર 20 ટકા રાહત આપશે

0
30
/
ભારત સરકારની આત્મ નિર્ભર યોજના હેઠળ 10 ટકા અને પાલિકા પણ 10 ટકાની રાહત આપશે

મોરબી : મોરબી પાલિકા દ્વારા ચાલુ વર્ષમાં મિલ્કત વેરા ઉપર 20 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ મિલ્કત વેરામાં ભારત સરકારની આત્મ નિર્ભર યોજના હેઠળ 10 ટકા અને પાલિકા પણ 10 ટકાની રાહત આપશે.

મોરબી નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે 31 જુલાઈ સુધીમાં ટેક્સ ભરનાર લોકોને 10 ટકા કર રાહત આપવાની સ્કીમ આ વર્ષે રાહત યથાવત રાખવામાં આવી છે. ઉપરાંત, આ વર્ષે ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલી આત્મનિર્ભર યોજના હેઠળ ચાલુ વર્ષના રહેણાંક મિલ્કત વેરામાં 10 ટકા અને નગરપાલિકા દ્વારા 10 ટકા મળીને કુલ 20 ટકાની કર રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કોમર્શિયલ અને બિન રહેણાંક મકાનોના વેરા ઉપર પાલિકા દ્વારા 10 ટકા અને આત્મનિર્ભર યોજના હેઠળ 20 ટકા મળીને કુલ 30 ટકાની કર રાહત આપશે.આ કર રાહતની યોજના ફક્ત ચાલુ વર્ષ પૂરતી જ રહેશે. જે કોઈ લોકોને જૂનો વેરો બાકી હોય તો તેમાં આ લાભ મળશે નહીં. ચાલુ વર્ષના વેરામાં જ આ રકમ બાદ મળશે તેમ મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવેલ હતું.

તસ્વીર : રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/