મોરબી પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાનો વિડીઓ વાયરલ થયો

0
243
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ શહેરમાં ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે વાહનોની પૂરતી સુવિધા નથી એવો ગણગણાટ સાંભળવા મળતો હોય છે. આવી સ્થિતિમાં પાલિકાના વાહનોનો અંગત કામમાં ઉપયોગ થતો હોવાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબી પાલિકા સફાઈ અને સ્વચ્છતા સંદર્ભે વગોવાઈ ચુકી છે. શહેરમાં ગટરો ઉભરાવવાની સમસ્યા અને જાહેરમાં કચરાની સફાઈ બાબતે ઉદાસીન હોવાનું ચિત્ર મીડિયા અહેવાલોમાં સ્પષ્ટ થતું રહ્યું છે ત્યારે પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાની પુષ્ટિ કરતો વિડીઓ વાયરલ થયો છે. સત્તાધીશો દ્વારા અંગત કાર્ય માટે પાલિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કેટલે અંશે યોગ્ય છે એ બાબતે શહેરીજનોમાં ચર્ચા પણ ઉદ્દભવી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/