મોરબી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટ પ્રશ્ને ‘આપ’ દ્વારા આવેદન

0
117
/

મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ રોહિદાસપરા વિસ્તારના આંબેડકર કોલોનીમાં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વોર્ડ ૨ના પ્રમુખ જયેશ સારેસા તેમજ અનુસુચિત જાતિ સેલ આપના ઉપપ્રમુખ હસમુખ ચાવડાની આગેવાનીમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાલ ભૂગર્ભની મેઇન લાઇનની તમામ કુંડીઓમાં માટી ભરાયેલ હોવાથી વરસાદી પાણી તેમજ ભૂગર્ભના પાણીના નિકલમાં તકલીફ પડી રહી છે. તેમજ આ વિસ્તારમાં અમુક સ્ટ્રીટ લાઇટો બંધ છે. જેને તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/