મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 14 ને ગુરુવારના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નદીકાંઠે નટરાજ ફાટક નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને નરેન્દ્ર મોદી વિચાર મંચ – આઈટી સેલ મોરબી જિલ્લા દ્વારા મમરાના લાડુ વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ સભ્યોએ બાળકોને મમરાના લાડુનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ મનોજ પરમાર, સંગઠન મંત્રી વિજય પંડ્યા, ઉપાધ્યક્ષ હરદેવસિંહ ઝાલા, ઉપાધ્યક્ષ રવજીભાઈ સહિત મંત્રી વિજયભાઈ મજેઠીયા, મંત્રી પ્રતાપ કગથરા સહિતના કાર્યકરોએ સહયોગ પણ આપ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide