મોરબીના નારણકા ગામમાં શ્વાનને હડકવા ઉપડતા અનેક લોકોને કરડ્યું

0
138
/
સેવાભાવી મનુસખભાઈ મોરડીયાએ અનોખી સેવા આપી માનવતા મહેકાવી

મોરબી : હાલ હિન્દુ પરંપરા મુજબ ગઈકાલે મકરસંક્રાતિનો તહેવાર હતો. ત્યારે નારણકા ગામમાં શ્વાનને હડકવા ઉપડતાં અનેક લોકોને કરડ્યું હતું. જો કે તરત જ સેવાભાવી મનુસખભાઈ મોરડીયાએ ઈજાગ્રસ્તને કારમાં હોસ્પિટલ ખસેડ્યા હતા.

જેમાં ગઈકાલે મંકરસંક્રાતિના તહેવારમાં વહેલી સવારમાં જ લોકો પંતગ ચગાવી આનંદ લુંટી રહ્યા હતા. ત્યારે નારણકા ગામમાં શ્વાનને હડકવા ઉપડતાં અનેક લોકોને કરડ્યું હતું. જેમાં નારણકા ગામના છોટુભાઈ તરસીભાઈ મોરડીયા, મુળજીભાઈ બોખાણી દિકરી અનસોયાને તેમજ ઈશ્વરભાઈના મજૂરને હડકાયા કુતરૂ કરડતા તેઓની લોહીલુહાણ હાલત થઇ હતી. તે દરમ્યાન નારણકાના મનુસખભાઈ કાનજીભાઈ મોરડીયાને જાણ કરતાં તેમણે નારણકા ગ્રામજનો માટે સેવાના લાભાર્થે આપેલી કાર લઈને તાત્કાલિક પહોંચી ગયા હતા. અને સારવાર માટે તમામને હોસ્પીટલમાં પણ ખસેડાયા છે.ઉલ્લેખનીય છે કે નારણકા ગામના મનુસખભાઈ કાનજીભાઈ મોરડીયાએ નારણકા ગામના કોઈપણ જરૂરિયાતમંદ દર્દી માટે શરૂ કરેલી ઈમર્જન્સી કાર સેવા લોકો માટે ખરેખર ઉપયોગી નીવડી છે. અને સતત તેઓ નારણકા ગામની સેવાકાર્યમાં તત્પર રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પણ પાડી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/