મોરબી : નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને મમરાના લાડવાનું વિતરણ કરાયું

0
37
/

મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 14 ને ગુરુવારના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નદીકાંઠે નટરાજ ફાટક નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને નરેન્દ્ર મોદી વિચાર મંચ – આઈટી સેલ મોરબી જિલ્લા દ્વારા મમરાના લાડુ વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ સભ્યોએ બાળકોને મમરાના લાડુનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ મનોજ પરમાર, સંગઠન મંત્રી વિજય પંડ્યા, ઉપાધ્યક્ષ હરદેવસિંહ ઝાલા, ઉપાધ્યક્ષ રવજીભાઈ સહિત મંત્રી વિજયભાઈ મજેઠીયા, મંત્રી પ્રતાપ કગથરા સહિતના કાર્યકરોએ સહયોગ પણ આપ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/