મોરબી તાલુકાની બગથળા તાલુકા કુમાર શાળામાં ૭૦માં વન મહોત્સવ અંતર્ગત એક બાળ એક ઝાડને ચરિતાર્થ કરવામાં માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હૂંબલ, બીઆરસી કો-ઓર્ડીનેટર તેમજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા અને બગથળા સીઆરસી કો-ઓર્ડીનેટર અરુણભાઈ રાવલ અને શાળાના તમામ શિક્ષકમિત્રો હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થી હર્ષોલ્લાસ ભેર વૃક્ષારોપણ કર્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રવર્તમાન ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ અંગે જે સંકલ્પ છે તેને પૂર્ણ કરવા ‘એક બાળ એક ઝાડ’ સિદ્ધ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ તે માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને શાળામાં વૃક્ષારોપણ કરીને એક નવી દિશા બતાવી હતી આ તકે જાંબુ, ઉંબરો, કરંજ, લીંબુ, પીપળો, જામફળ, દાડમ, અરડૂસી, લીંબળો આવા વિવિધ 300 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ તકે બગથળા ગામના સરપંચ કાંજીયા હરેશભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બગથળા કુમાર તાલુકા શાળાના આચાર્ય દિનકરભાઈ મેવા અને શાળા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide