મોરબી: આઈએમએએ શહેરના માર્ગો ઉપર સ્કૂટર રેલી કાઢી જીતુ સોમાણી વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર

0
140
/

ર્દીઓ માટે ભગવાન એવા ડોક્ટર પણ સલામત રહ્યા નથી અને જેથી કરીને ડોકટરોના રક્ષણની માંગ સાથે આજે મોરબી આઈએમએ શાખાના પ્રમુખ ડો.કેતનભાઈ હિન્ડોચા, મંત્રી ડો.અમિતભાઈ ધુલેની આગેવાનીમાં રવાપર રોડ ઉપર આવેલ આઇએમએ હોલથી લઈને કલેક્ટર કચેરી સુધી મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈએમએના હોદેદારો તેમજ તમામ સભ્યો જોડાયા હતા અને જીતું સોમાણી હાય હાય, આરોપીની ધરપકડ કરો, ડોક્ટર ઉપર હુમલા બંધ કરો, હોસ્પીટલમાં તોડફોડ બંધ કરો સહિતના સુત્રોચ્ચાર પણ ડોકટરો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આઈએમએ મોરબી શાખાના હોદ્દેદારો દ્વારા ડોક્ટરોની સાલમતી માટે અને વાંકાનેરમાં ડોકટર ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે બનાવામાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ

અત્રે ઉલેખનીય છે કે, અવારનવાર દર્દીઓના સગાઓ સહિતનાઓ દ્વારા ડોકટર ઉપર હુમલા કરવામાં આવતા હોય છે આવો જ એક બનાવ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ગત તા ૨૬ ના રોજ બન્યો હતો જેમાં આઈએમએ મોરબી શાખાના સભ્ય અને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર જયદીપભાઈ ગોસાઈ ઉપર થોડા દિવસો પહેલા ભાજપના આગેવાન અને ગત વિધાનસભામાં ભાજપના વાંકાનેર બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને માર મારવામાં આવ્યો હતો જેની સામે ભોગ બનેલા ડોક્ટરે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આજદિન સુધી પોલીસ દ્વારા જીતુભાઈ સોમાણીની ધરપકડ કરવામાં આવી નથી જેથી કરીને આઇએમએ મોરબી શાખાના હોદેદારો દ્વારા જયદીપભાઇ પર થયેલા હુમલાના વિરોધમાં તેમજ દેશના જુદા જુદા વિસ્તારોમાં આવી જ રીતે ડોકટરો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં બાઈક રેલી યોજવામાં આવી હતી તેવું સંસ્થાના પ્રમુખ ડો. કેતન હિન્ડોચાએ જણાવ્યું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/