મોરબી નજીક કાલીન્દ્રી નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

0
124
/
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબી: પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગના સલીમભાઈ નોબે, વસંત પરમાર, દિનેશ પંડ્યા, પ્રીતેશ નગવાડીયા, કાનો અને રીતેશ ચાવડા સહિતએ નદીમાંથી મૃતદેહને  બહાર કાઢ્યો હતો અને પી.એમ. માટે ખસેડયો હતો આ બનાવની હાલમાં બી ડીવીઝન પોલીસ દ્વારા નોંધ કરીને નદીમાં જે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/