મોરબી: વાંકાનેર ડેપોના મહિલા કંડકટરની નોંધનીય પ્રમાણિકતા

0
126
/

મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રિયંકાબેન વોરા થોડા દિવસો પહેલાં વાંકાનેર ડેપોની એસટી બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓનો મોબાઈલ એસટી બસની અંદર જ ભૂલી ગયા હતા

જે મોબાઇલ ફોન એસટી બસ નંબર ૬૮૮૪  ના મહિલા કંડકટર સુમિત્રાબેન ઠાકોરને મળી આવ્યો હતો જેથી તેમણે આ મોબાઈલ ફોન ટ્રાફિક કંટ્રોલ રાજભા પરમારને આપ્યો હતો અને રાજભા પરમાર દ્વારા ફોન નંબર ઉપરથી મૂળ માલિક પ્રિયંકાબેન વોરાનો સંપર્ક કર્યો હતો અને તેઓને એસટી ડેપો ખાતે ખાતે બોલાવીને મહિલા કંડકટર સુમિત્રાબેન ઠાકોરના હસ્તે પ્રિયંકાબેનનો મોબાઈલ ફોન જેની કિંમત ૧૦,૦૦૦ રૂપિયાની હતી તે પરત આપી મહિલા કંડકટરે તેની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/