મોરબી જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ જાડેજાની નિયુક્તિ

0
248
/

મોરબી: મોરબીમાં સતત ત્રણ ટર્મથી મોરબી જીલ્લા NSUI ના પ્રમુખ તરીકે રહેલ NSUI ના પ્રમુખ અને મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાના મહામંત્રી તેમજ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન તથા સરકાર વિરુદ્ધ ન્યાયની લડતમાં હમેંશા મોખરે રહેતા દેવેન્દ્રસિંહની હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે

ખુબ નાની ઉંમરમાં જાહેર જીવનમાં આવેલ દેવેન્દ્રસિંહ લગભગ ૬ વર્ષ થી NSUI ના પ્રમુખ પદે રહી અલગ અલગ પ્રશ્નોના નિકલા તેમજ લોક હિતના કર્યો કર્યા છે તેમની આવડત અને લોક ચાહના જોઈને પક્ષ પ્રત્યેની નિષ્ઠા જોતા તેમને વર્ષોથી કરેલ કામગીરીની નોંધ લઈને મોરબી જીલ્લા કોંગ્રેસ પક્ષના યુવા પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાતના સૌથી નાની ઉંમરના યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. તેમની આં વરણીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસની સમિતિઓ અને તમામ આગેવાનો દ્વારા આવકારી તેમને શુભેચ્છા પાઠવી છે

વધુમાં તેમને કહ્યું હતું કે, તેમને જે જવાબદારી શોપવામા આવી છે તે તેઓ નિષ્ઠા પૂર્વક નીભાવશે અને ખુબ નાની ઉંમરમાં કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપ્યું છે અને ખાસ કરીને તેમના જન્મ દિવસે તેની પ્રમુખ પદ ઉપર વરણી કરી છે ત્યારે તેમને યુથ કોગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ કગથરા તથા મોરબી જીલ્લા કોંગ્રેસના તમામ આગેવાનોનો આભાર માન્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/