મોરબી : ૯૪૦૦૦ નો ચેક રિટર્ન : રૂપિયા માંગતા વેપારી ને આપી ખૂનની ધમકી

20
354
/
/
/

મોરબીની નજીકના લાલપર ગામ પાસે મોબાઇલની દુકાન ધરાવતા વેપારી પાસેથી મોબાઇલ ફોનની ચેકના આધારે ખરીદી કરવામાં આવી હતી જોકે વેપારી દ્વારા બેંકમાં ચેક જમા કરાવતા ૯૪ હજારનો ચેક રિટર્ન થયા હતા જેથી કરીને આ રકમ વસૂલ કરવા માટે વારંવાર મોબાઇલની ખરીદી કરનાર શખ્સને કહેવામાં આવ્યું હતું પરંતુ વેપારી સાથે વિશ્વાસઘાત કરીને મોબાઇલ ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી માટે ભોગ બનેલા વેપારીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી આરોપી આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા અને લાલ પાસે આવેલ હરિ ચેમ્બરમાં ધર્મરાજ મોબાઇલ નામની દુકાન ધરાવતા બીપીનભાઈ વિઠ્ઠલભાઈ કૈલા પાસેથી મૂળ નવાગામના રહેવાસી પંકજભાઈ કેશવજીભાઇ ફેફર ગત એપ્રિલ મહિનામાં ઓપો કંપનીના એફ ૧૧ પ્રો ચાર મોબાઇલ ફોન લઇ ગયા હતા જેની સામે પંકજભાઈ દ્વારા કુલ મળીને ૯૪૦૦૦ ના એકાઉન્ટ પે તેમજ સેલ્ફના ચેક લખી આપવામાં આવ્યા હતા જે ચેકને બિપિનભાઈએ પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા અને સેલ્ફના ચેકમાંથી રૂપિયા ઉપાડવા માટે જતા પંકજભાઈ ના ખાતામાં બેલેન્સ ન હોવાથી તમામ ચેક રિટર્ન થયા હતા માટે આ રૂપિયાની વસૂલાત કરવા માટે બિપિનભાઈએ પંકજભાઈને ફોન કરતાં તેઓને મોબાઈલ ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં વેપારી એ વિશ્વાસઘાત તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

20 COMMENTS

Comments are closed.