વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી અંધારપટ્ટના કારણે મુશ્કેલીમાં મુકાયા સ્થાનિક લોકો
મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા કૃષ્ણ નગરના મેઈન રોડ પર ગારા કિચડની ભયંકર સમસ્યા સર્જાય છે.જોકે આ મેઈન રોડ પર વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી રાત્રી દરમ્યાન અંધારપટ્ટને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
મોરબીના નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલની સામે આવેલ કૃષ્ણ નગર-2 વિસ્તારમાં ગારા કીચડની સમસ્યા સર્જાય છે. આ અંગે સ્થાનિક રહીશ રવિભાઈ રાવલે જણાવ્યુ હતુ કે, 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો.ત્યારેથી તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ગારા કિચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે.જોકે ભારે વરસાદ પડ્યા બાદ સમયાંતરે વરસાદી ઝાપટા પડતા હોવાને કારણે ગારા કિચડની સમસ્યા યથાવત રહી છે.આ વિસ્તારનો મેઈન રોડના નાકા પર ગારા કીચડ છે અને ત્યાં આવેલા વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી.તેથી લાઈટ ન હોવાને રાત્રી દરમ્યાન અંધારપટ્ટ સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકી પડે છે અને ફરી ફરીને જવું પડે છે.આથી સ્થાનિકોએ આ સમસ્યા હલ કરવાની તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide